દારૂની હેરાફેરી:મેઘરજના ઉકરડી ત્રણ રસ્તેથી 6.22 લાખનો વિદેશી દારૂ જપ્ત

સીસોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘરજના ઇસરી પોલીસે કસાણા શબરી વિદ્યાલય ત્રણ રસ્તા પાસે બોલેરોમાંથી રૂ.6,22,800 ના દારુ સહિત રૂ.11,25,300 ના મુદ્દા સાથે શખ્સને ઝડપી લીધો હતો. ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

ઇસરી ઈ.પી.આઈ.વી.વી.પટેલ અને સ્ટાફે શબરી કન્યા વિદ્યાલય નજીક ઉકરડી ત્રણ રસ્તા પાસે બોલેરો આવતા ઉભી રાખવાનો ઇશારો કરતા ગાડી ઉભી રાખી ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જ્યારે બાજુમાં બેઠેલાને પોલીસે કોર્ડન કરી ઝડપી લઇ તપાસ કરતાં રૂ.6,22,800નો દારૂ તથા બોલેરો ગાડી નં.GJ23 M 8213 ની કિં. રૂ.500000 તથા મોબાઇલ નંગ-2 કિં.રૂ.2500 મળી કુલ રૂ.11,25,300 નો મુદ્દામાલ કબ્જે લઈ ભરત કાન્તી અસારી રહે. ભાંખરા,તા.વિજયનગર તથા ફરાર આરોપી પ્રદિપ કલાલ રહે.શરમ તા.બિછીવાડા, જી.ડુંગરપુર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...