તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મેઘરજમાં રેપીડ ટેસ્ટ કરાતાં 6 વ્યક્તિને કોરોના પોઝિટિવ, મેઘરજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રીનું કોરોનાથી મોત

મેઘરજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘરજ આરોગ્ય વિભાગે મેઘરજમાં એન્ટી રેપીડ કિટ દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરતાં મેઘરજમાં બે પોઝિટિવ તથા મેઘરજના શાંતિપુરાકંપા ગામે રેપિડ ટેસ્ટમાં ચાર શખ્સોને કોરોના પોઝિટિવ હોવાની જણાતાં મેઘરજ તાલુકામાં શુક્રવારે રેપિડ ટેસ્ટમાં કુલ છ કેસ નોંધાતા તાલુકામાં ફફડાટ ફેલાયો છે.

મેઘરજ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રમોદ ગાંધીનુ કોરોનાથી અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. મેઘરજના અગ્રણી અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રમોદ ગાંધીને સામાન્ય શરદી, ઉધરસનાં લક્ષણો જણાતાં સારણાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ત્રણ દિવસની સારવાર બાદ પ્રમોદભાઈ ગુલાબચંદ ગાંધી (62) નું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...