કાર્યવાહી:મેઘરજ તાલુકાના બેડઝ પાટિયા પાસેથી કતલખાને લઈ જવાતાં 4 પશુ બચાવાયાં

મેઘરજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેડઝ પાટિયા પાસેથી ચાર પશુ બચાવાયા હતા. - Divya Bhaskar
બેડઝ પાટિયા પાસેથી ચાર પશુ બચાવાયા હતા.
  • પોલીસે રૂ. 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકને ઝડપ્યો

મેઘરજ પોલીસે ડાલાનો પીછો કરી બેડઝ પાટિયા પાસેથી ડાલાને ઝડપી કતલખાને લઇ જવાતાં 4 પશુઓને બચાવી લઇ રૂ. 4.35 લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી પાડ્યો હતો. મેઘરજ પોલીસ કર્મીઓ બાંઠીવાડા ચોકડી સી.એન.જી પેટ્રોલપંપ પાસે ઉભા હતા.

તે દરમિયાન ડાલુ આવતાં તેને ઉભુ રાખવાનો પ્રયાસ કરતાં ચાલક ડાલુ ઉભુ ન રાખી મોડાસા તરફ ભગાડતાં મેઘરજ પોલીસે ડાલાનો પીછો કરતાં બેડઝ પાટિયા પાસે ડાલાને રોકી તપાસ કરતાં પાણી કે ઘાસચારાની સગવડ વિના બે ભેંસો અને બે નાના પાડાને મોંઢા અને પગના ભાગે રસ્સીવડે મરણતોલ હાલતમાં બાંધેલ જોવા મળતાં પશુ હેરાફેરીનો પાસ પરમીટ માગતાં ચાલક પાસે ન હોવાથી ડાલાને પશુઓ સાથે મેઘરજ પોલીસ મથકે લાવી 4 પશુઓની કિં. 35000 તથા ડાલુ નં.GJ 12 AT 1804 ની કિં. 400000 મળી કુલ રૂ. 4,35,000 નો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલ ચાલક અનવર મૌલા મુલતાની રહે.રાણાસૈયદ મોડાસા સામે ધી ગુજરાત પશુસંરક્ષણધારા હેઠળ ગુનો નોંધાયો હતો.