તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગર પકડાયા:ઉન્ડવા ચેકપોસ્ટેથી રૂ.1.44 લાખના દારૂના પાઉચ જપ્ત

મેઘરજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂ સાથે 4 બુટલેગર પકડાયા

મેઘરજ પોલીસે ઉન્ડવા ચેકપોસ્ટેથી વાહન ચેકિંગ દરમિયાન ડાલામાંથી રૂ.1.44 લાખના દારૂના પાઉચ અને ડાલા સહિત રૂ.4.52 લાખના દારૂના મુદ્દામાલ સાથે ચાર ને ઝડપી પાડ્યા છે.

મેઘરજ ઈ.પી.આઈ.એમ.ડી.પંચાલ અને સ્ટાફના માણસો ઉન્ડવા ચેકપોસ્ટે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતાં ડાલાને ઉભુ રાખી તપાસતા ડાલામાંથી વિદેશી દારૂના પાઉચ નંગ.1440 કિં. 1,44,000 તથા મહારાષ્ટ્ર ડાલા નં.MH 04 HS 2112 જેની કિં 300000તથા મોબાઇલ 2 કિં. 7000 તથા રોકડ રૂ.1080 મળી કુલ રૂ.4,52,080 ના દારૂના મુદ્દામાલ સાથે રતન નારસિંહ ખરવાર રહે.કનુજા,તા.કુંભલગઢ,જી.રાજસમંદ, વિરેન્દ્ર હેમસિંહ દસાણા રહે.નરેન્દાજીકા ઘોડા, તા.ગોગુંદા,જી.ઉદેપુર, ગણેશ રામસિંહ ખરવારરહે.નરેન્દાજીકા ઘોડા,તા.ગોગુંદા, જી.ઉદેપુર અને વાઘસિંહ દોલસિંહ ખરવારરહે.કનુજા,તા.કુંભલગઢ, જી.રાજસમંને ઝડપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...