તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માલપુરના ઉભરાણમાં પ્રેમલગ્નની અદાવતમાં યુવકને ઘર આગળ થાંભલા સાથે બાંધી ફટકાર્યો

માલપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણે શખ્સોએ યુવકને ગામ છોડી દે જે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી
 • ત્રણ સામે ફરિયાદ, યુવક ભાગતાં ત્રણ શખ્સો ધારિયું અને દાતરડું લઇ પાછળ પડ્યા

માલપુરના ઉભરાણમાં એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ એકાદ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. હાઇકોર્ટમાં યુવતીએ તેના પિતાના ઘરે રહેવાનું કહેતા પિતાના ઘરે રહેતી હતી. જેની અદાવત રાખી પ્રેમલગ્ન કરનાર યુવકને શખ્સોએ પકડી ઘર આગળના થાંભલા સાથે બાંધીને ગડદાપાટુનો માર માર્યો હતો. યુવક દોરડું છોડીને ભાગતા શખ્સો હાથમાં ધારિયુ અને દાતરડું લઇને યુવકના પાછળ પડ્યા હતા. ત્યારે યુવકના પરિવારના સભ્યોએ ઈમરજન્સી 108 બોલાવી બાયડ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી ફરિયાદ નોંધાવી હતી.

ઉભરાણના આદર્શકુમાર ભીખાભાઈ ચૌધરીએ એક વર્ષ અગાઉ તેના ઘર પાછળ રહેતા તેમના સમાજની યુવતી સાથે એકબીજાની સંમતિથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ કેસ હાઈકોર્ટમાં જતાં હાઇકોર્ટમાં યુવતીએ તેના પિતાના ઘરે રહેવાનું કહેતા ત્યાં રહેતી હતી. ત્યારે 12 નવેમ્બરે રાત્રિના આઠ વાગે આદર્શકુમાર ચૌધરી ગામની દૂધ મંડળી આગળ પોતાના બાઈક પર ઉભો હતો. ત્યારે વિજયભાઈ ચૌધરીએ" તું કેમ ગામમાં ફરે છે.

એમ કહી અપશબ્દો બોલી તું ગામ છોડી દેજે નહીતો હું તને જાનથી મારી નાખીશ" તેમ કહી યુવકને પકડીને મારમારી પોતાના ઘરે લઇ જઇ ઘર આગળના થાંભલા સાથે બોધીને માર મારવા લાગતાં યુવક દોરડું છોડી ભાગી જતાં તેની પાછળ આ ત્રણ શખ્સો હાથમાં ધારિર્યું અને દાતરડું લઇને પાછળ પડ્યા હતા અને જોર જોરથી બૂમો પાડી કરતા કે "જો તું પાછો ગામમાં આવીશ, તો તને જાનથી મારી નાખીશું "તેમ કહી ધમકીઓ આપી હતી. યુવકના પરિવારના સભ્યોએ ૧૦૮ દ્વારા બાયડમાં સારવાર કરાવી હતી. આ અંગે આદર્શ કુમાર ચૌધરીએ ઉમેશભાઈ પ્રવિણભાઈ ચૌધરી, રાકેશભાઈ સોમાભાઇ ચૌધરી, વિજયભાઈ સોમાભાઇ ચૌધરી, વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો