તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાયડના વાલાની મુવાડીના વિક્રમભાઈ ઝાલા તથા રાધાબેન ઝાલા પોતાના બાળકો સાથે અલ્ટો ગાડીમાં સાસરીમાં જતા હોઇ બાયડ સાઠંબા હાઈવે રોડ ઉપર તાલોદ પાટીયાની સીમમાં આગળ ઉટલારી અને નીલગાય રોડ ઉપર આવતાં ચાલકે બ્રેક મારતા સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવી કાર ગટરમાં પલટી મારી ચાલક તથા મહિલા અને બાળકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાતામહિલાનું મોત નિપજયું હતું. આ મામલે સાઠંબા પોલીસે ફરિયાદ નોંધી હતી.
બાયડના વાલાનીમુવાડી ગામના વિક્રમભાઈ બાબુભાઈ ઝાલા તેમની પત્ની રાધાબેન ઝાલા જેવો બાળકોની સાથે સાસરી બાલાસિનોરના ચોરીગામે અલ્ટો ગાડી નં.GJ 09 H 3036 લઈને જતા બાયડ સાઠંબાના હાઈવે રોડ ઉપરના તલોદ પાટીયા પાસે આગળ ઉટલારી અને એકાએક નીલગાય આવી જતા ચાલકે ઓચિંતી બ્રેક મારતા સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી ગાડી ચોકડીમાં પલ્ટી મારેલ લોકો એકઠા થઇ ઈમરજન્સી 108ને જાણ કરતાં વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં રાધાબેનનું મોત નીપજ્યું હતું, અને અન્ય લોકોને સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગે ગુલાબભાઈ પ્રતાપભાઈ ઝાલાની ફરિયાદના આધારે સાઠંબા પોલીસે વિક્રમભાઈ બાબુભાઈ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.