તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:માલપુરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી મંથર ગતિએ ચાલતાં ખેડૂતો પરેશાન

માલપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોના ત્રણ દીવસથી ઉજાગરા, ખેડૂતોમા ગુસ્સો:

અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી મંથર ગતિએ ચાલતા ખેડૂતો પરેશાન બન્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ધોમ ધખતા તાપમાં ખેડૂતો ઘઉં વેચવા લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

અરવલ્લી જિલ્લામાં ઘઉંને ટેકાના ભાવે વેચવા માટે કુલ 5787 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે પૈકી 997 ખેડૂતોએ માલપુર ખાતે ઘઉં વેચવા નોંધણી કરાવી છે, નોંધણી બાદ ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલુ થતા જિલ્લાના 8 સ્થળો ઉપર ઘઉંની ખરીદી ચાલી રહી છે, માલપુર કેન્દ્ર ઉપર રોજના 20 ખેડૂતો ઘઉં લઇ વેચવા આવી રહ્યા છે, પરંતુ ખરીદ કેન્દ્ર ઉપર ખરીદીનું કામ ખુબજ ધીમી ગતિએ ચાલતા ખેડૂતો પરેશાન છે, ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી ઘઉં ટેકાના ભાવે વેચવા માટે ખરીદ કેન્દ્ર ઉપર ધોમ ધખતા તાપમાં ટ્રેક્ટર લઇ ઉભા રહેતા ક્યારે વારો આવવાની રાહ જોઈ બેઠા છે.

ખરીદ કેન્દ્ર ઉપર પીવાના પાણી કે અન્ય કોઈજ વ્યવસ્થા નહિ હોવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહયા છે, આવીજ હાલત સમગ્ર જિલ્લાના ખરીદ કેન્દ્રો ઉપર છે, જેથી ખેડૂતો પરેશાન છે, અને તંત્ર દ્વારા આ ગોકળ ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયામાં વેગ લેવાય તેવી માંગ કરી રહયા છે,સમગ્ર મામલે માલપુર ગોડાઉન મેનેજરે ધીમી ગતિએ ચાલતી ખરીદી માટે મજૂરો નહિ હોવાનું જણાવ્યું હતું, માત્ર 10 મજૂરો દ્વારા હાલ આ ખરીદી પ્રક્રિયા થઇ રહી છે, જેથી ખુબજ હાલાકી પડી રહી છેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો