કાર્યવાહી:માલપુરમાં પશુ દવાખાનાનું મકાન જર્જરિત હાલતમાં

માલપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક માત્ર પશુ દવાખાનાનુ મકાન જર્જરિત હાલતમાં હોઇ દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ રહેલી છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર, આર એન્ડ બી ને 2008 માં જર્જરિત મકાનને જમીનદોસ્ત કરવા લેખિત માગણી કરાઇ હતી. પણ હજુ સુધી કોઇ વ્યવસ્થા કરાઇ નથી. આ અંગે કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું કે મકાન જમીનદોસ્ત કરવાની લેખિતમાં રજૂઆત મળી છે. જે જિલ્લા કક્ષાએથી મંજૂરી મળશે તો મકાન જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...