તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રોડ પર પથ્થર આવતાં બાઇક સ્લીપ થતાં બે સગાભાઇઓ 20 ફૂટ ઊંચે ફંગોળાઇ પટકાતાં મોત

માલપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લાલસીપુર જીઈબી પાસે બાઈકે સ્લીપ ખાતા બે ભાઇના મોત થયા. - Divya Bhaskar
લાલસીપુર જીઈબી પાસે બાઈકે સ્લીપ ખાતા બે ભાઇના મોત થયા.
 • માલપુરના લાલસીપુરથી ચોરીવાડ રોડ પર અકસ્માત, દેવદાંતીનો બાઇકચાલક ઘાયલ
 • વિધવાના બે પુત્રોના મોત થતાં ગામ હિબકે ચઢ્યું

માલપુરના ડબારણના બે સગાભાઈઓ અને દેવદાંતી ગામના યુવકના બાઇક પર ત્રણે જણા ડબારણ થી માલપુર જતાં હેલોદરના લાલસીપુર જી.ઈ.બી. પાસે રોડ વચ્ચે પથ્થર આવતાં બાઇક સ્લીપ થતાં ત્રણ યુવકો 20 ફૂટ ઊંચે ફંગોળાઇ રોડની સાઇડના જંગલમાં પટકાતાં ગંભીર ઇજાઓ થતાં બે સગાભાઇઓના મોત ઘટનાસ્થળે થયા હતા અને બાઇકચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો. વિધવાના બે પુત્રોના મોત થતાં ગામ હિબકે ચઢ્યુ હતું.

ડબારણના બે સગાભાઇઓ નટવરભાઈ હાથીભાઈ મસાર (30) અને રૂમાલભાઈ હાથીભાઈ મસાર (27) અને બાઇક ચાલક જવાનભાઈ વાલમભાઈ બારીયા રહે. દેવદાતી, તા.માલપુર શુક્રવારે સવારે 10 વાગે પોતાની બાઇક નં.GJ 31 H 2130 લઈ દબારણથી માલપુર તરફ જતાં લાલસીપુર જી.ઇ.બીની સામે હેલોદર જતાં રોડ પર પથ્થર આવતાં ચાલકે સ્ટિયરિંય પરથી કાબૂ ગુમાવતા બાઈક ધડાકાભેર સ્લીપ મારતાં બંને ભાઈઓ હવામાં 20 ફૂટ ઊંચે જઇ રોડની સાઈડમાં જંગલમાં ફંગોળાતાં શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓથી ઘટના સથળે બંને ભાઈઓનું મોત થયું હતું.

જ્યારે ચાલકને ઇજાઓ થતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે બંને મૃતકનો કબજો લીધો હતો. વિધવાના ઘરે તેમજ પરિવારમાં માતમ છવાયો હતો. આ અંગે કનુભાઈ મશરૂભાઈ મસારે માલપુર પોલીસને જાણ કરતાં બાઇકચાલક જવાનભાઈ વાલમભાઈ બારીયા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો