તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કારે સામેથી બાઇકને ટક્કર મારતાં ત્રણ બાઈકસવારમાંથી બેનાં ઘટનાસ્થળે મોત

માલપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માલપુરના સોમપુર ચાર રસ્તે થયેલા અકસ્માતમાં એક યુવાન ગંભીર
 • માલપુરના માનવાવનો યુવક તથા મેઘરજના રેલ્યોના બે યુવકો માનવાવમાં સંબંધીના ત્યાંથી બાઇક લઇ માલપુર તરફ આવી રહ્યા હતા, માનવાવના અને રેલ્યોના યુવકનું ઘટનાસ્થળે મોત

માલપુર માનવાવનો યુવક તથા તેમના સંબંધી મેઘરજના રેલ્યોના બે યુવકો પોતાનું બાઇક લઇ ત્રણ સવારી માલપુર તરફ આવતા હતા ત્યારે સામેથી આવતી કારના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં બાઇકસવારોને ટક્કર મારતા બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા અને એક યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી.

માનવાવના વાલાભાઇ ભાથીભાઇ બારીયા (30) અને મેઘરજના રેલ્યોના રામાભાઈ હાથીભાઈ રાઠોડ અને રમેશભાઈ કનુભાઈ રાઠોડ, માનવાવમાં સંબંધીને ત્યાં આવ્યા હતા. તેમનું બાઈક લઈ ત્રણ સવારી માલપુર તરફ જતા સોમપુર ચોકડી નજીક સામેથી સ્વીફટ કાર નં. GJ 31 A 2738 ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇકને ટક્કર મારતાં યુવાનો ફંગોળાઇ પટકાતાં માનવાવના વાલાભાઈ ભાથીભાઈ બારીયા અને રેલ્યોના રામાભાઈ હાથી ભાઈ રાઠોડનું ઘટના સ્થળે મોત થયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રમેશભાઈને મોડાસા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભરતભાઈ રાઠોડે માલપુર પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો