તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાવઠ પાટિયા નજીક ડાલાએ સામેથી બાઈકને ટક્કર મારતાં 3 યુવકોનાં મોત

માલપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
કમનસીબ મૃતક યુવકો: વિનોદભાઇ અરવિંદભાઇ પરમાર, મહેશભાઇ છગનભાઇ પરમાર, નવીનભાઇ એસ. પરમાર - Divya Bhaskar
કમનસીબ મૃતક યુવકો: વિનોદભાઇ અરવિંદભાઇ પરમાર, મહેશભાઇ છગનભાઇ પરમાર, નવીનભાઇ એસ. પરમાર
 • બાયડના વાટડાના 3 યુવકો અને સંબંધી રાત્રે ચપટિયા લગ્નમાં જતા હતા
 • એક યુવક ગંભીર, લગ્નમાં જતા શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો

બાયડના વાત્રક પાસે વાટડાના ત્રણ યુવકો અને એક સંબંધી યુવકની સાથે લગ્ન પ્રસંગે ચપટીયામાં શનિવાર રાત્રે બાઈક પર જતા હતા. જ્યાં કાવઠ પાટિયા પાસે સામેથી આવતાં પીકઅપ ડાલાના ચાલકે પૂરઝડપે ગંભીર રીતે હંકારતા બાઇકને સામેથી ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે અકસ્માત કરી ડાલાનો ચાલક ડાલુ મૂકી ફરાર થઇ ગયો હતો.ત્રણ યુવાનોને અગ્નિસંસ્કાર અર્થે એક સાથે લઇ જવાતાં આખું ગામ હિબકે ચઢ્યું હતું અને ગામમાં માતમ છવાયો હતો. માતા-પિતા ભાઈ-બહેન બેહોશ થઇ ગયા હતા.

વિશાલકુમાર નાયક હાલ સારવાર હેઠળ છે
વિશાલકુમાર નાયક હાલ સારવાર હેઠળ છે

વાટડાના નવીનભાઈ સુરેશભાઈ પરમાર (40), વિનોદભાઈ અરવિંદભાઈ પરમાર (22), મહેશભાઈ છગનભાઈ પરમાર (17) અને બીજા ગામનો સંબંધી યુવક વિશાલકુમાર રમેશભાઈ નાયક પોતાનું હીરો સ્પલેન્ડર બાઇક નં.G.J 31 K 6668 લઈ ચપટીયામાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે કાવઠ પાટિયા પાસે સામેથી આવતા પીકઅપ ડાલા નં GJ 23 Y 99 78 ના ચાલકે પૂરઝડપે, બેદરકારી પૂર્વક, અને ગંભીર રીતે ચલાવતા બાઇકને સામેથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

વાટડા પાસે ડાલાની ટક્કરે બાઇ સવાર ત્રણનાં મોત થયા
વાટડા પાસે ડાલાની ટક્કરે બાઇ સવાર ત્રણનાં મોત થયા

અકસ્માતમાં નવીનભાઇ પરમાર અને વિનોદભાઇ પરમાર બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. આસપાસના વાહનચાલકોએ ડાલાના ચાલકને પકડવાનો પ્રયત્ન કરતાં પરંતુ ચાલક અંધારાનો લાભ લઇને ચાલક ભાગી ગયો હતો. 108 ને જાણ કરતાં બે યુવાનોને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં મહેશભાઇ પરમારનું મોત થયું હતું. વિશાલકુમાર નાયકને અત્યારે સારવાર હેઠળ દાખલ કર્યો છે. જયંતીભાઈ પરમારે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરાર ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો