શુક્રવાર રાત્રે અકસ્માત:માલપુરના સાતરડા નજીક લક્ઝરી-રિક્ષા ટકરાતાં ત્રણ મુસાફરો ગંભીર

માલપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતની જાણ થતાં મોટીસંખ્યામાં વાલીઓ દોડી આવ્યા હતા. - Divya Bhaskar
અકસ્માતની જાણ થતાં મોટીસંખ્યામાં વાલીઓ દોડી આવ્યા હતા.
  • અમદાવાદથી કલેશ્વરી પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ ભરેલી લક્ઝરી રિક્ષાને બચાવવા જતાં અકસ્માત થયો,તમામ મુસાફરોના જીવ પડીકે બંધાયાં

માલપુર-અણીયોર માર્ગ પર સાતરડા પાસે લક્ઝરી સામેથી આવતી રિક્ષાને બચાવવા જતાં બંને ટકરાતાં લક્ઝરી તથા રિક્ષામાં બેઠેલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જેમાં 3 મુસાફરોને ઇજાઓ થઇ હતી. માલપુર તાલુકાના અણીયોલ માર્ગ પર શુક્રવાર રાત્રિના સુમારે અમદાવાદથી કલેશ્વરી પ્રવાસે આવેલ વિદ્યાર્થીઓ ભરેલી લક્ઝરી સાતરડા નજીક રિક્ષાને બચાવવા સાઈડમાં લેતાં રિક્ષા સાથે ટકરાઇ હતી.

જેમાં લક્ઝરીમાં બેઠેલા 50 ઉપરાંત મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જ્યારે રિક્ષામાં બેઠેલ 3 મુસાફરોને ઇજાઓ પહોંચતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પ્રવાસમાં આવેલ વિદ્યાર્થીઓના વાલીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...