તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મહિલાએ અપશબ્દો બોલવાનું ના કહેતા મહિલા, સાસુ-સસરાંને માર્યા

માલપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માલપુરના જીતપુરમાં 4 શખ્સો સામે ફરિયાદ

માલપુરના જીતપુરના મહિલાએ રસ્તા પર લડતા શખ્સોને અપશબ્દો બોલવાની ના પાડતાં 4 જણાએ મહિલા અને તેના સાસુ-સસરાંને લાકડીઓ વડે મારતાં ફરિયાદ નોંધાઇ હતી.

જીતપુરના મધીબેન માલીવાડ (35) બુધવારે સવારે ઘરે હતા. ત્યારે તેમના ઘર સામેથી પસાર થતા રસ્તા પર રમેશભાઈ માલીવાડ, જેસીંગભાઇ માલીવાડ, રામાભાઈ માલીવાડ, શૈલેષભાઈ માલીવાડ કારણસર ઝઘડતા હતા અને અપશબ્દો બોલતા હતા ત્યારે મધુબેને અપશબદો બોલવાનું ના કહેતા મહિલા સહિત પતિ અને સાસુ-સસરાને લાકડી વડે ફટકાર્યા હતા. જેથી તમામને માલપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ અંગે મધીબેન બાબુભાઈ માલીવાડે માલપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ રમણભાઈ માલીવાડ, જેસીંગભાઇ ભગાભાઈ માલીવાડ, રામાભાઈ ચંદુભાઇ માલીવાડ, શૈલેષભાઇ રાયમલભાઈ માલીવાડ, તમામ રહે. જીતપુર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો