તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માલપુરના ભેમપુર નજીક કાર રોંગ સાઈડે પલટી મારતાં ચાલક ઘાયલ

માલપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા-ગોધરા હાઈવે પર માલપુર નજીક ભેમપુરની સીમમાં કોલેજ પાસે મુંબઈ તરફ જતી કાર નં.MH04 GM 6326 ના ચાલકે ખરાબ રોડના કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની રોંગ સાઈડમાં ત્રણ પલટી મારી ગઇ હતી.

ગામલોકોએ કાર ચાલકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. માલપુર થી ગોવિંદપુર અને ફરેડીની સીમમાં હાઈવે પર ખાડા અને ઠેર-ઠેર કપચી નીકળી જવાથી અકસ્માતની ઘટનાઓ વારંવાર બને છે. ત્યારે આર એન્ડ બી ને વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...