તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મેઘરજના પટેલઢૂંઢાના તલાટી કમ મંત્રીની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી

માલપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના રંભોડાના યુવકની ખેતાવાડાની સીમમાં સવારે લાશ મળી
  • મૃતકને પત્ની સાથે અગમ્ય કારણોસર બનતું ન હોઇ પિયરમાં રહેતી હતી

માલપુરના રંભોડાનો યુવક 4 વર્ષથી મેઘરજના પટેલ ઢૂંઢામાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતો હતો. શનિવારે સવારે 08:30 વાગે મિત્રની ખબર કાઢવા પોતાની બાઇક લઇને નીકળ્યો હતો. દરમિયાન યુવક ખેતાવાડાની સીમના રોડની બાજુની સાઈડમાં બાઇક મૂકી ઝાડ પર લટકેલી હાલતમાં સવારે 10 વાગ્યાની આસપાસ જોવા મળ્યો હતો. આ અંગે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રંભોડાના મહેન્દ્રભાઈ કાંનાજી પરમાર (25) જેઓ માતા-પિતા અને ભાઈના બે બાળકો સાથે રહે છે. યુવક 2017માં તલાટી કમ મંત્રી તરીકે મેઘરજના પટેલ ઢૂંઢા પંચાયતમાં લાગ્યો હતો. યુવકના લગ્ન મેઘરજના ભૂદરીમાં થયા હતા.પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર અણબનાવ બનતાં પત્ની પોતાના માતા પિતા સાથે રહેતી હતી. થોડા વર્ષ અગાઉ યુવકના મોટાભાઈનું અવસાન થતાં યુવક માનસિક તણાવમાં પણ રહેતો હોવાનું બહાર આવ્યું છે.

આ સંજોગોમાં શનિવારે સવારે બાઇક લઇને મિત્રની ખબર-અંતર કાઢવા જવાનું કહી યુવાન પોતાની બાઇક લઇ રંભોડાથી ખેતાવાડા ની સીમમાં બાઈક ઊભુ રાખી ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો હતો. આ અંગે રૂપાભાઇ દલાભાઇ પરમારે માલપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...