તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માલપુરના હેલોદરના વૃદ્ધની લાશ નદીમાંથી મળતાં ચકચાર

માલપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વૃદ્ધ સોમવારે ઘરેથી નીકળી ગયા હતા

માલપુરના હેલોદરના વૃદ્ધ ઘરેથી અગમ્ય કારણોસર સોમવારે નીકળી જતાં તેમની લાશ સરદાર ખાંટની મુવાડીની સીમમાંથી પસાર થતી નદીમાંથી મળતાં પોલીસને જાણ કરાઇ હતી. માલપુરના હેલોદરના સરદારભાઇ ભેમાભાઇ પગી (60) જેઓ 15 ફેબ્રુઆરીના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જતાં પરિવારે તેમની શોધખોળ આદરી હતી. જેઓ ઘરે ના આવતાં આધેડની લાશ સરદાર ખાંટની મુવાડીની સીમમાંથી પસાર થતી નદીમાંથી મળી હતી.

આધેડનો મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઇ લાશને માલપુર સરકારી હોસ્પિટલમાં લાવીને પી એમ કરતાં વધુ પાણી પી જઈ ગૂંગળાઈ જતાં મોત થયાનું બહાર આવ્યું હતું. આ જે અંગેની જાણ રાજુભાઈ ભેમાભાઇ પગીએ માલપુર પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો