તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:માલપુરના મોરડુંગરીમાં ત્રણ મહિલા સહિત છ શખ્સોએ શિક્ષકને ફટકાર્યો

માલપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દુકાનો બનાવતા આ જમીન તો અમારી છે કહી ધમકી આપી મારમાર્યો

માલપુરના મોરડુંગરીના અને લાલાવાડા પ્રા.શાળાના શિક્ષક માલપુર થી મોડાસા પોતાની જમીનમાં સરકારની મંજૂરીથી દુકાનો બનાવતા હોઇ અને મજૂરને સાથે રાખી કામ શરૂ કરાવતા બાજુમાં રહેતા 3 મહિલાઓ સહિત 6 શખ્સો જમીન તો અમારી છે. તમે અહીંથી જતા રહો ખોટા કેસમાં ફસાવી દઈશું કહી ગડદાપાટુનો મારમારી ધમકી આપી હતી.

મોરડુંગરીના વિનોદભાઈ કાળાભાઈ પટેલ (55) લાલાવાડા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જેમનું જૂનુ મકાન માલપુર મોડાસા હાઈવે નજીક આવેલ હોઇ ત્યાં કોમર્શિયલ બાંધકામ માટે સરકારની મંજૂરીથી દુકાનો બનાવવાનું કામ ચાલુ કર્યુ હતું. રવિવારે 9 વાગે દુકાનનું કામ ચાલુ કરવા અર્થે મજૂરો તથા શિક્ષક જમીન પર આવેલ હતા ત્યાં બાજુમાં રહેતા નરેશભાઇ પટેલે મજૂરને પોતાના ઘરે બોલાવી ધમકી આપી કે તમે અહીંથી જતા રહો. આ જમીન અમારી છે.

જો કામ કરશો તો તમોને ખોટા કેસમાં ફસાવી દઈશું, મજૂરે આવી શિક્ષકને જણાવતા ત્યારબાદ ત્રણ મહિલાઓ "આને તો રોડ ઉપર ફેકીને પૂરો કરી દો, ખોટો કેસ કરી ફસાવીને નોકરીમાંથી ઘરે લાવી દઇશું, તેમ કહી મારમારી ધમકી આપતાં વિનોદભાઈ કાળાભાઈ પટેલ રહે. મોરડુંગરીની ફરિયાદના આધારે માલપુર પોલીસે નરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, અરવિંદભાઈ ડાયાભાઈ પટેલ, વિશાલભાઈ નરેશભાઈ પટેલ, પારૂલબેન નરેશભાઈ પટેલ, નૌકાબેન અરવિંદભાઈ પટેલ અને સૃષ્ટિબેન વિશાલભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો