તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માલપુર-લુણાવાડા રોડ પરથી કતલખાને લઇ જવાતાં સાત પશુઓને બચાવાયાં

માલપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલપુર પોલીસે ડાલા સાથે બે રાજસ્થાનીને ઝડપી પાડ્યા

માલપુર-લુણાવાડા રોડ ઉપર ચેકિંગ દરમિયાન પિકઅપ ડાલામાં કતલખાને લઇ જવાતા 7 પશુઓ સાથે રાજસ્થાના બે શખ્સોને માલપુર પોલીસે ઝડપી પાડ્યા હતા. માલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ એફ એલ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા માલપુર લુણાવાડા રોડ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહી હતી.

ત્યારે બાતમીના આધારે પોલીસે ચેકિંગ દરમિયાન આર.જે 12 જીએ 3972 નંબર ના પીક-અપ ડાલુ આવતા પોલીસે અંદર તપાસ કરતા પાણી અને ઘાસચારાની સગવડ વિના રસી વડે 7 જેટલા વાછરડા બાંધેલી હાલતમાં હતા. માલપુર પોલીસે 7 વાછરડા, મોબાઈલ 1 નંગ તથા ડાલો મળી કુલ 4.24.000 નો મુદ્દામાલ સાથે કિશન લાલ ધુળજીલાલ પાટીદાર ઉ. વ 46 રહે બગડી તાલુકો ગલીયાકોટ. જિ.ડુંગરપુર તથા દિપક ગજેન્દ્રસિંહ ઉ. વ 38 રહે ગાલિયા તાતા જી.ડુંગરપુરને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...