20 દિવસ અગાઉની ઘટના:માલપુરના આંબલીયામાં વેપારીને બેભાન કરી 9.70 લાખની લૂંટ

માલપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિગારેટ સળગાવી તેના ધુમાડાથી અનાજની લે-વેચ કરતાં વેપારીને બેભાન કરી દુકાનના ડ્રોઅરમાં મૂકેલ રકમ લઇ લુટારુ રફૂચક્કર
  • માલપુરના ચોરીવાડના શખ્સના મૃતક સાઢુભાઇના મિત્ર હોવાનો દાવો કરી લુટારુ દુકાને આવ્યો હતો

માલપુર નજીક આવેલ આંબલીયા ચારરસ્તા પર તા. 25 જાન્યુઆરી બપોરે અર્બુદા ટ્રેડર્સ નામની દુકાનમાં અનાજ ની લે વેચ કરતાં વેપારીને સિગારેટ સળગાવી તેના ધુમાડાથી બેભાન કરી દુકાનના ડ્રોઅરમાં મૂકેલા 9.70 લાખની લૂંટ કરી શખ્સ ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે વેપારીએ માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી હતી.

માલપુર નજીક આંબલીયા ચારરસ્તા પર અર્બુદા ટ્રેડર્સ નામની દુકાનમાં તા. 25 જાન્યુઆરી બપોરે અનાજની લે-વેચ કરતાં વેપારી કનુભાઈ પટેલની દુકાને માલપુરના ચોરીવાડ ગામના કનુભાઈ જેઠાભાઈના મૃતક સાઢુભાઇના મિત્રનો દાવો કરી પંકજભાઈ નામના વ્યક્તિએ દુકાને આવી સિગારેટ સળગાવતાં સિગારેટના ધુમાડાને લઈ કનુભાઈ બેભાન થઈ ગયા હતા. કનુભાઇ બેભાન થતાં જ આ તકનો લાભ લઇ દુકાનના ડ્રોઅરમાં મૂકેલા 9.70 લાખ પંકજભાઈ નામનો વ્યક્તિ લઇ ગાયબ થઈ ગયો હતો.

આ વાત વાયુવેગે પ્રસરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. કનુભાઈ પટેલે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગે માલપુર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

વેપારી ~5 લાખ વિરપુરના શખ્સ પાસેથી લાવ્યો હતો
વેપારી કનુભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ માલપુર બીઓબીમાંથી 2 લાખ ઉપાડી લાવ્યા હતા. દુકાનમાં રોકડ 2.70 લાખ અગાઉથી જ હતી અને કેસીસી લોન ભરવાની હોઇ વિરપુરના શખ્સ પાસેથી 5 લાખ રોકડા લાવ્યા હતા.

તપાસ ચાલુ છે:પીઆઇ
આ મામલે માલપુર પી.આઈ એસ.કે દેસાઈનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે અનાજના વેપારી જોડે 9.70 લાખની લૂંટ થઈ છે અને અત્યારે અમે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...