તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:માલપુરના મગોડીના મહારાણી હિંમતકુંવરબાનું નિધન થતાં પાલખીયાત્રા

માલપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માલપુર તાલુકામાં માલપુર સ્ટેટ અને મગોડી સ્ટેટ બે રાજાઓનું શાસન ચાલતું હતું. વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતના 562 રજવાડામાંથી ગુજરાતના 336 રજવાડામાંનુ મગોડી રજવાડુ હતું. જેના મહારાજાને બે કારાવાસની સજા આપવાની સત્તા આપવામાં આવી હતી અને માલપુરના 35 ગામની દેખરેખ રાખવાની જવાબદારી મગોડી મહરાજાની હતી. માલપુર અને મગોડી સ્ટેટના છેલ્લા મહારાજા પ્રવિણચંદ્રસિંહજી હતા. જેમનું આઠ વર્ષ અગાઉ અવસાન થયું હતું, જેઓ સરદાર વલ્લભભાઈ પટેલ સમયના અરવલ્લી જિલ્લાના અંતિમ રાજા અને હિંમતકુંવરબા અંતિમ મહારાણી હતા. તેમની પાસે સરદાર વલ્લભભાઈ પટેલે હસ્તાક્ષર કરાવ્યા હતા. મહારાણી હિંમતકુંવરબાનું જેઓનું 97 વર્ષની વયે નિધન થતાં અરવલ્લી જિલ્લામાં તથા પિયર મોહનપુર સ્ટેટમાં શોકની લાગણી પ્રસરી હતી. મહારાણી બા ની પાલખીયાત્રા શુક્રવારે બેન્ડવાજા સાથે મગોડી દરબાર ગઢમાંથી નીકળતા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો