તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:માલપુરના વિનાયકનગર વિસ્તારમાં 5 દિવસથી પાણી બંધ કરી દેવાતાં રોષ

માલપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પશુઓને પાણી પીવડાવવા 3 કિમી દુર આવેલી નદીએ જવા મજબુર

માલપુર શહેરમાં આવેલા વિનાયકનગરના ૬૦ રહેણાંકના પછાત વિસ્તારમા પીવાના પાણી માટે મોટો પ્રશ્ન ઊભો થતા ભટકવાનો વારો આવ્યો છે, તેમાં લોકોની સાથે મુગા પશુઓને પીવા 3 કિ.મી.દુર નદીએ જવું પડે છે, માલપુરના રહીશોએ વારંવાર રજૂઆત કરતાં રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ થી સાતરડા પાણી પુરવઠા જૂથ યોજના સાતરડાથી ભેમપુર મોરડુંગરી વાયા માલપુર શહેરના વિનાયક નગર વિસ્તારમાં થઈને પાણી પુરવઠાની પાઈપ લાઈન પસાર થાય છે, પાઇપ લાઇન દ્વારા 4 વર્ષથી પાણી આપવામાં આવતું હતું.

પરંતુ 5 દિવસથી આ વિસ્તારમાં પાણી બંધ કરી દેવાતા ભટકવાનો વારો આવ્યો છે પુરવઠા યોજનાના બેદરકાર અધિકારીઓના કારણે ગરીબ લોકોને છતાં પાણીએ વિસ્તારના લોકો અને મુંગા પશુઓને પીવા માટે ભટકવાનો વારો આવે છે. જુથ યોજના ઓપરેટરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સાતરડા જૂથ યોજના અધિકારી પીવાના પાણીના કનેક્શન બંધ કરી દેવાનું કહેવામાં આવતા ચાર દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો