લોકડાઉન ઇફેક્ટ:માલપુર તાલુકાના 9 ગામોમાં મનરેગા યોજનામાં 599 શ્રમિકોને રોજગારી મળી, ચેકડેમ, નવીન તળાવ,તળાવ ઉંડા કરવા, આડબંન બાંધવા સહિતના કામો શરૂ કર્યા

માલપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં મનરેગા યોજના આશીર્વાદ સાબિત થઈ છે. તાલુકામાં 599 શ્રમિકો મનરેગા કામ થકી રોજગારી મેળવી રહ્યા છ.  માલપુર તાલુકામાં બુધવારે નવ ગામોમાં મનરેગા અંતર્ગત ચેકડેમ, નવીન તળાવ, તથા તલાવ ઉડા કરવા, આડબંન બાંધવા, વરસાદી પાણીના નિકાલ માટે કાચી કેનાલ, જેવા કામો થઇ રહ્યા છે. હાલમાં નવ ગામો જેવાકે  દલપતપુરા, મોરલી, પરપોટિયા, મોરલી  ખલીકપુર, મગોડી, જીતપુર, ગાજણ, કાટકુવા, માલજીના પહાડિયા, જેવા ગામોમાં કામ ચાલી રહ્યા છે, શ્રમિકો એક દિવસમાં સરેરાશ 150થી 170 સુધીનું વેતન લઇ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે કામના સ્થળે શ્રમિકો માસ્ક ફરજિયાત પહેરી, સોશિયલ ડીસ્ટન્સ સાથે કામ કરવા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. હાલ ગરમીનું પ્રમાણ વધતા વહેલી સવારથી કામ શરૂ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. નવ ગામોના 599 શ્રમિકોને નિખિલભાઇ ઉપાધ્યાય, બાદલ ભાઈ કડિયા, રમેશભાઈ જેવા કો-ઓર્ડીનેટર દેખરેખ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...