તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:માલપુરમાં ગુજરાત વાલ્મિકી સંગઠને વિવિધ માંગણીઓ મુદ્દે પીએમને આવેદન મોકલ્યું

માલપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી તાંબાનું આવેદન આપવા જતાં વડાપ્રધાને સમય આપ્યો ન હતો.
  • નરેન્દ્ર મોદી જેવો ચહેરો ધરાવતા કર્ણાટકના સદાનંદ નાયક સાથે આવેદન રવાના

અરવલ્લીના માલપુરમાં સફાઇ કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત વાલ્મિકી સંગઠનના હોદ્દેદારોએ કર્ણાટકના સદાનંદ નાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલ છે. જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પ્રચાર અર્થે આવેલા હોઇ આવેદનપત્ર વડાપ્રધાનને પહોંચાડવામાં આવે તેવા હેતુથી આપવામાં આવ્યું હતું, ગુજરાતમાં" સ્વચ્છતા ત્યાં પ્રભુતા" સ્વચ્છતા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવાય છે. સરકારે સ્વચ્છતા અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પરંતુ ગુજરાતમાં વર્ષોથી સફાઈ કામદારો ગંદકીની સફાઈ કરી, પરિવારનું ભરણપોષણ કરતા હોય આવા કામદારોને કાયમી કરવા સહિતની રજૂઆત કરી હતી. ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખે તાંબાના પત્ર ઉપર આવેદન આપવા કામદારોના પ્રશ્નો લઈને માલપુરથી દિલ્હી સુધી પગપાળા જતાં મુલાકાતનો સમય ના અપાતા વડાપ્રધાનના હમશકલને આવેદન આપી દિલ્હી સુધી પહોંચાડવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...