તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રામાણિકતા:માલપુરમાં પોલીસ કર્મચારીએ સોનાની ચેન યુવકને પરત કરી

માલપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાયડના યુવકની અકસ્માતમાં ચેન પડી ગઇ હતી

માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં દિનેશભાઈ કમાભાઈને સાતરડા પાસે દોઢ તોલાની સોનાની ચેન મળી હતી તે સોનાની ચેન બાયડના યુવકને પરત કરી હતી. અરવલ્લી પોલીસવડાએ પોલીસકર્મચારીની આ પ્રામાણિકતાને બિરદાવી હતી. બાયડની વલ્લભનગર સોસાયટીમાં રહેતા શ્રીકાંતભાઈ રઘુનાથ પ્રસાદ પરીખ (મૂળ રહે. રાજસ્થાન )ત્રણ મહિના અગાઉ બાઇક લઇને કામકાજ અર્થે નીકળ્યા હતા.

ત્યારે માલપુરના સાતરડાની સીમમાં તેમની બાઇક સાથે અન્ય બાઇક ટકરાતાં સોનાની 15 ગ્રામની ચેન તૂટીને અકસ્માત સ્થળે પડી ગઈ હતી. અકસ્માતના સ્થળેથી પોલીસ કર્મી દિનેશભાઈને સોનાની ચેન મળી હતી. ઘાયલ શ્રીકાંતભાઈને સારું થઈ જતાં સોમવારે માલપુર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ કર્મીએ સોનાની ચેન પરત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો