આયોજન:અરવલ્લીમાં ધોરણ- 12 સા.પ્ર.ના 1248 છાત્રોએ પ્રથમ દિવસે પૂરક પરીક્ષા આપી

માલપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 289 વિદ્યાર્થીઓ ગેરહાજર, 4 વિકલાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

અરવલ્લીના ધો.12 સા.પ્ર. અને ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 28 સપ્ટેમ્બરના રોજ જિલ્લાના આઠ કેન્દ્રો ખાતે સવાર અને સાંજ બે સેશનમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં સવારના સેશનમાં 89 વિદ્યાર્થીઓ હાજર હતા અને 11 ગેરહાજર હતા. જ્યારે સાંજના શેશનમાં અંગ્રેજીના વિષયમાં જેમાં કુલ 1537 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જેમાંથી 289 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા પ્રથમ દિવસે 1248 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદીની પરીક્ષા આપી હતી. જેમાં 4 વિકલાંગ વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં હાજર રહ્યા હતા.

ધો.12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વર્ષ ના બગડે તેવા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા લઇને જેમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળી રહે તેવા આશયથી પરીક્ષા લેવાઇ છે. પરીક્ષા સોશિયલ ડિસ્ટન્ટસ અને થર્મલ સ્ક્રિનિંગ તેમજ ફરજિયાત માસ્ક ના ઉપયોગથી વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...