તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:માલપુરના મૃતક જીવદયા પ્રેમીના પરિવારને શિક્ષણમંત્રીએ સહાય કરી, અત્યાર સુધી પરિવારને‌ 12 લાખ સહાય મળી

માલપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક જીવદયા પ્રેમીના ઘરની મુલાકાતે શિક્ષણમંત્રી - Divya Bhaskar
મૃતક જીવદયા પ્રેમીના ઘરની મુલાકાતે શિક્ષણમંત્રી
  • સરકારી આવાસ અને વિધવા સહાય યોજના આપવા પણ સૂચના

મોડાસામાં વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાજેતરમાં માલપુરમાં પક્ષીને બચાવવા જતા જીવ ગુમાવનાર દેવીપૂજક પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સામાન્ય શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવતા દિલીપભાઇમાં પશુ-પંખીઓ માટે અનુકંપા હતી જેને લઇ વીજપોલના તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતાં અકસ્માતે મોતને ભેટ્યા હતા. તે સમાચાર મેં અખબાર અને સોશિયલ મિડીયાના માધ્યમથી જાણતાં મેં આ વાત મારા સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પર રજૂ કરી અને લોકોને સહાય માટે અપીલ કરતાં સહાય થતાં અત્યાર સુધી રૂ. 12,12,206 સહાય મળી છે. હું પણ વ્યક્તિગત ધોરણે રૂ. 11 હજારની સહાય કરી છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી મળતી આવાસ અને વિધવા સહાયની તાત્કાલિક ધોરણે પૂરી પડાય તે માટે સબંધિત અધિકારીઓને સૂચન કરાયું છે. તેના પરિવારના મોભી ગુમાવતા અરવલ્લીના શિક્ષણ શરાફી મંડળીના વ્યાજમાંથી દર મહિને રૂ. 2500ની સહાય આપવાનું પણ નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...