દરોડો:માલપુરના ભુતા અને ટીસ્કીમાંથી દેશી દારૂ પકડાયો

માલપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર પી.એસ.આઇ. એન.એમ.સોલંકી તથા પોલીસ સ્ટાફ દ્વારા  જગાભાઈ હુંમરા ભાઈ પગી, (રહે. ભુતા) ના ઘરે બાતમીને આધારે રેડ કરતાં ઘરમાંથી 8 લિટર દેશીદારૂ કિંમત રુ.160 નો મુદ્દામાલ પકડ્યો હતો. અને તે જ શખ્સ દ્વારા વાત્રક ડેમના નદી કિનારે તેના ખેતરમાં તપાસ કરતા દેશી દારૂ ગાળવાનો ગોળ તથા મુવડાનો વોશ લિટર 100 કિંમત રૂ. 200 નો મુદ્દામાલ પકડ્યો  હતો. ટીસ્કીમાં રમેશભાઈ લક્ષ્મણભાઈ થોરી ના ઘરે રેડ કરી  8 લિટર દેશીદારૂ પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...