તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અરવલ્લી LCBએ દારૂ અને જાહેરમાં વેપાર કરતા 2 શખ્સોને ઝડપી લીધા

માલપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા એલસીબી પીએસઆઇ આર. કે. પરમારના માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવી હતી. જેમાં માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી આધારે લુણાવાડાથી માલપુરના હાઈવે રોડ ઉપર જીતપુર ચોકડી પાસે જાહેરમાં વિદેશી દારૂનો વેપાર કરતાં મનોજભાઈ રમણભાઈ મારીવાડ રહે.જેતપુર તા.માલપુરને વિદેશી દારૂના કોટડીયા નંગ 13 કી. રૂ.2000 મળતા પોલીસે વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય એક ટીમના એલસીબી પોલીસ સ્ટાફ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે દેવમોરી ગામની સીમમાં બાતમી આધારે રાજસ્થાન તરફથી મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ ન.GJ 31J 1326 ઉપર વિદેશી દારૂ લઈને આવતાં બાઈક ચાલકને ઉભો રાખી તપાસ કરતા વિદેશી દારૂ નંગ 12 કિં.રૂ. 7200 બાઇકની કિં.રૂ.50000 હજારનો મુદ્દામાલ સાથે પકડી શામળાજી પોલીસે સુનિલભાઈ દીપકભાઈ રહે. ધનસુરા તા.ધનસુરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો