તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંયોગ:19 વર્ષ પછી વસંતપંચમીએ લગ્નનું શુભ મુહૂર્ત નથી

માલપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

વસંત પંચમીએ કોઈપણ શુભ કાર્યમાં જોયા વિના અનેક લગ્નો થતા હોય છે. પરંતુ આ વર્ષે વણજોયું મુહૂર્ત એટલે કે વસંત પંચમીએ એક પણ લગ્નનું મુહૂર્ત ના હોવાનું જ્યોતિષીઓ જણાવી રહ્યા છે. ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી વસંતપંચમીએ શુભ મુહૂર્ત નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 19 વર્ષ પછી વસંત પંચમી મુહૂર્ત નથી. આ વર્ષનું પહેલું મુહૂર્ત 18 જાન્યુઆરીએ શુભ મુહૂર્ત હતું, પરંતુ હવે પછી કોઈ મુહૂર્ત નથી. ત્યારે 19 વર્ષ પછી વસંત પંચમીના દિવસે આવો સંયોગ રચાશે, પંચાંગ અનુસાર 2021માં 16 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી મનાવવામાં આવશે,

આ દીવે રેવતી નક્ષત્ર રહેશે, અને ચંદ્ર મીન રાશિમાં રહેશે, વસંતપંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી જીવનમાં લાભ પ્રાપ્ત થશે, આ દિવસે ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી લગ્ન મુહૂર્ત નથી, વસંત પંચમીએ એવું કહેવાય છે કે લગ્ન કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી. જાન્યુઆરીમાં મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે ધનુર્માસ પૂર્ણ થઈ જાય અને માંગલિક કાર્યની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો