નિર્ણય:ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં 30 ટકા કાપ મૂકી તાલુકા અને જિ. પંચાયતમાં વહેંચાશે

માલપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી આ ગ્રાન્ટ માત્ર ગ્રામ પંચાયતને આપવામાં આવતી

માલપુર તાલુકાના ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવતી નાણાપંચની ગ્રાન્ટમાં આ વખતે ફેરફાર કરાયો છે. હવે માત્ર ગ્રામ પંચાયતને જ નહીં પરંતુ તેની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતને 15માં નાણાપંચની ગ્રાન્ટ આપવામાં 30 ટકા કાપ મૂકાયો છે. આગામી બે માસમાં ૧૫ ટકા નાણાપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે માલપુર સરપંચે નિર્ણયને વખોડ્યો હતો. તા.પં.પ્રમુખે જણાવ્યું કે નાણાપંચની ગ્રાન્ટ નું વર્ગીકરણ વિશેની ગાઈડલાઈન નક્કી નથી. ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તા, પાણી, સહિતના પાયાની સુવિધા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે નાણાપંચની ગ્રાન્ટ અપાય છે. અત્યાર સુધી આ ગ્રાન્ટ માત્ર ગ્રામ પંચાયતને આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે 15 મા નાણાપંચની ગ્રાન્ટ ગ્રામ પંચાયતની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતને પણ અપાશે. જેમાં 70 ટકા ગ્રામ પંચાયત અને 20 ટકા તાલુકા પંચાયતની અને 10 ટકા જિલ્લા પંચાયતને અપાશે. ગ્રાન્ટમાંથી 50% કામો સેનીટેશન, અને પીવાના પાણીના કામો, માટે નક્કી કરી શકાશે, બાકીના  50% કામો રોડ રસ્તા કમ્પાઉન્ડ હોલ, પૂર, સંરક્ષણ દિવાલ, સહિતના વિવિધ માળખાકીય સુવિધાઓના કામો માટે કરી શકાશે. જે અંગે ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે અત્યારે 14 મા નાણાપંચ વિકાસ ના કામ ચાલે છે. હવે પછી 15 મા નાણાપંચ માં 70% ગ્રામ પંચાયત,20 ટકા તાલુકા પંચાયત, અને 10 ટકા જિલ્લા પંચાયતને ગ્રાન્ટ અપાશે.  માલપુર સરપંચ ભારતીબેને જણાવ્યું કે પંચાયતના વિકાસના કામ કરવા માટે માત્ર નાણાપંચની ગ્રાન્ટ  સ્વતંત્ર ગ્રાન્ટ મળે છે. નાણાપંચની ગ્રાન્ટ માં ગામપંચાયતની 30 ટકા ગ્રાન્ટમાં કાપ કરવાનો યોગ્ય નિર્ણય નથી.માલપુર તા.પં. ના પ્રમુખ રીટાબેન પટેલે જણાવ્યું હજુ સુધી નાણાપંચની ગ્રાન્ટ નું વર્ગીકરણ વિશેની ગાઈડલાઈન નક્કી નથી.

અન્ય સમાચારો પણ છે...