તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકા પંચાયતની ચૂંટણી:અરવલ્લી જિલ્લા પંચાયત માં 1, 6 તાલુકા પંચાયતમાં 3 બેઠક પર, મોડાસા પાલિકા માટે 1 ફોર્મ ભરાયું

માલપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે અત્યાર સુધી 120 ફોર્મ ની વહેચણી કરાઈ છે. જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે 457 ફોર્મ ઉમેદવારોએ લીધા છે, અને બાયડ નગરપાલિકામાં 120 ફોર્મ તેમજ મોડાસા નગરપાલિકામાં 260 ફોર્મ લીધેલ છે, ત્યારે 10 ફેબ્રુઆરી સુધી અરવલ્લી જિલ્લા પંચાયતમાં 1 અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું, અને 6 તાલુકા પંચાયતમાંથી 1 કોંગ્રેસ પક્ષના ઉમેદવારે અને 2 અપક્ષોએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કરેલ છે. મોડાસાના નગરપાલિકામાંથી પર એક અપક્ષ ઉમેદવારે ફોર્મ રજુ કર્યું હતું,

જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કરી શ્રી ગણેશ કર્યા હતા, પરંતુ ભાજપે ખાતમુહુર્ત કરેલ નથી, બાયડ અને મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે માન્ય પક્ષોએ પોતાના ઉમેદવારી નોંધાવી શકે નથી, બાયડ નગરપાલિકાની ચૂંટણી આ વખતે રાજ્યના નેતાઓની મીટ મંડાયેલી જોવા મળે છે, મોડાસા નગરપાલિકા રસાકસી ભરેલી છે.

છેલ્લા 3 દિવસમાં 939 ઉમેદવારી ફોર્મ વેચાયા
મોડાસા નગરપાલિકા 260 બાયડ નગરપાલિકામા 102 અને 6 તાલુકા પંચાયતના 457 અને જિલ્લા પંચાયતના 120 ઉમેદવારો ફોર્મ લઇ ગયા. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત અને મોડાસા નગરપાલિકા, અને બાયડ નગરપાલિકામાં ઉમેદવારી માટે છેલ્લા ત્રણ દિવસમાં કુલ 939 ઉમેદવારી ફોર્મ વેચાયા હોવાનું જાણવા મળેલ છે, અરવલ્લી જિલ્લા પંચાયત માટે છેલ્લા ત્રણ દિવસમાં 120 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે,

તેમજ જિલ્લાના મોડાસા, ભિલોડા, મેઘરજ, બાયડ, ધનસુરા, અને માલપુર તાલુકા પંચાયતની 128 બેઠકો ઉપર ચૂંટણી લડવા ઇચ્છુક 417 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ લીધા હોવાનું જણાયું છે, મોડાસા નગરપાલિકાના ૯ વોર્ડ માટેની ૩૬ બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે 260 ઉમેદવારોએ ઉમેદવારી ઉમેદવારી ફોર્મ લીધા છે, જોકે બાયડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે 102 ઉમેદવારોના ફોર્મ ઉમેદવારો ફોર્મ લઇ ગયા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો