ખેડૂતોએ રાહતનો દમ લીધો:ધનસુરાના શીકા નજીકનીમાઝૂમ જળાશયની કેનાલમાં પાણી છોડાયું

ધનસુરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શીકા, ભેંસાવાડા, શીકાકંપા, રહિયોલ અને અંતિસરા સહિત ગામોમાં ફાયદો

ધનસુરાના શીકા પાસેથી પસાર થતી માઝૂમ ડેમની કેનાલમાંથી શિયાળુ પાક માટે પાણી છોડતાં ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. પાણી છોડાતાં ધનસુરા તાલુકાના ખેડૂતોને રવિપાક માં ફાયદો થશે.

જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં ખેડૂતોએ રવિ પાકની મોટા પ્રમાણમાં વાવણી કરી છે એવા સમયે ડેમ માંથી આ પાણી છોડાતાં ધનસુરા તાલુકાના શીકા, ભેંસાવાડા, શીકાકંપા, રહિયોલ અને અંતિસરા સહિતના ગામોના ખેડૂતોને લાભ થશે ખેડૂતોએ આ વખતે શિયાળુ પાકમાં ઘઉં,બટાકા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. એવામાં કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...