તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધનસુરાના દોલપૂર ત્રણ રસ્તે 205 બકરાં ભરેલી બે ટ્રક સાથે બે ઝબ્બે

ધનસુરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાથી મુંબઈ બકરાં લઈ જવાતા હતા, 18.10 લાખની મત્તા જપ્ત

ધનસુરા પોલીસે દોલ પુર ત્રણ રસ્તે રવિવાર રાત્રે મોડાસાથી મુંબઈ ગેરકાયદે લઈ જવાતાં બે ટ્રકમાં 205 બકરાં સહિત બે ટ્રક કિં. 14 લાખ સહિત કુલ રૂ. 18.10 લાખની મત્તા જપ્ત કરી બે શખ્સો પકડ્યા હતા. ધનસુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી રાહે દોલ પુર ત્રણ રસ્તા પાસે મોડાસા તરફથી આવતાં બે ટ્રક નં. GJ-31-T-3772 અને GJ-31-T-7992 ને રોકી ટ્રક ડ્રાયવરોને નામ તેમજ અન્ય માહિતી પૂછી ટ્રકોની તપાસ કરતાં ટ્રકમાં 97 બકરાં હતા અને બીજા ટ્રકમાં 108 બકરાં પાણી અને ઘાસચારાની સગવડ વિના ભરેલા હતા.

પોલીસે પરમીટ-આધાર પૂરાવા માંગતા ચાલકોએ કોઇ આધાર પૂરાવો ન આપતાં ધરપકડ કરી હતી. ટ્રકમાલિકોએ મોડાસાના હજીરા વિસ્તારમાંથી બકરા ભરીે મુંબઈ લઈ જવાના હતા. પોલીસે ચાલક મોહંમદ અશરફ મોહંમદ ઈલીયાસભાઈ કાંકરોલીયા રહે-સહારા સોસાયટી ડુગરવાડા રોડ મોડાસા અને ઈનાયકખાન નસીબખાં બલોચ રહે. કસ્બા મસ્જિદ પાછળ બલોચવાડા મોડાસા સામે બકરા 205 નંગ કિં.4.10 લાખ અને બે ટ્રક કિં. 10 લાખ સહિત કુલ રૂ. 18.10 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...