હુમલો:ધનસુરાના કરણપુરમાં ખેતરમાં પાણી બાબતે બે પરિવાર ઝઘડ્યા

ધનસુરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પક્ષો વચ્ચે બબાલ થતાં તલવારથી હુમલો

ધનસુરાના કરણપુરમાં ખેતરમાં પાણી જવા બાબતે બબાલ થતાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ હતી. ઠાકોરભાઈ મોહનભાઈ તલારે ધનસુરા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ કરણપુરમાં તેમના ખેતરમાં પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થતાં રિપેર કરવા ખોદકામ કરી પાણી છોડતાં તેમના ખેતરમાં અને બાજુના ખેતરમાં ભરાયું હતું. જેની અદાવત રાખી તેજાભાઈ રૂપાભાઈ ખાંટ,જગદીશભાઈ તેજાભાઈ ખાંટ અને નરેશભાઈ તેજાભાઈ ખાંટ ત્રણે રહે. કરણપુરે બબાલ કરી હતી અને આ ત્રણમાંથી નરેશભાઈ તેજાભાઈ ખાંટે તલવાર વડે હુમલો કર્યો હતો.

દિવાબેન તેજાભાઈ રૂપાભાઈ ખાંટે ફરિયાદ નોંધાવી હતી કે નરેશભાઈ ખાંટ કેનાલ નજીક ઉભા હતા. ત્યારે ઠાકોરભાઈ તલાર,રાજુભાઈ તલાર અને જયરાજભાઈ તલાર ત્રણેય રહે કરણપુરે આવીને કહ્યું હતું કે અમારા ખેતરમાં પાણી પુરવઠાની લાઇનમાં ખોદકામ કરેલ છે તારા ખેતરમાં નહીં અને પાણીની લાઇન લીકેજ છે અને પાણી તારા ખેતરમાં જશે તારાથી જે થાય એ કરી લે જે એમ જણાવ્યું અને તમે કે તમારા ઘરના કોઈ માણસો હવે પછી જો અમને પાણીની લાઈન બાબતે ઠપકો કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...