સોમવારે ધનસુરાના શિણોલમાં મકાનની દીવાલને આઇસર અડી જતાં ફસાતાં ગામમાં ટ્રાફિકજામ થતાં લોકોન રોષે ભરાયા હતા. આ અંગે શિણોલ સરપંચ મુકુંદરાયના જણાવ્યા અનુસાર ગામમાંથી પસાર થતાં માર્ગ પર પુંસરી તથા અમદાવાદ, ગાંધીનગર જવાનો ટૂંકો માર્ગ હોઈ મોડાસા તેમજ આગળ થી આવતા ખાનગી વાહનો ભારે વાહનો દિવસ રાત ધમધમતા ગામમાં વારંવાર નાના મોટા અકસ્માતો તેમજ ટ્રાફિક જામ થાય છે.
ગ્રામજનોને પરેશાની ભોગવવી પડી રહી છે. ગામમાં બેન્ક, પંચાયત, હાઈસ્કૂલ હોવાથી ગામમાં સતત બાળકો અને લોકોની અવરજવર રહેતી હોઈ ગામ બહાર નીકળવા નવીન માર્ગ બનાવેલ હોઈ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.