તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:વડાગામ પંથકમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના ત્રણ કેસ નોંધાયા

વડાગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં શરદી અને ઉધરસના કેસ પણ વધ્યાં

ધનસુરાના વડાગામ પંથકમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 3 જેટલા કેસ આવતાં લોકોામાં ફફડાટ ફેલાયો છે. શંકાસ્પદોના સેમ્પલ લઇ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જે રિપોર્ટ આવ્યા પછી ડેન્ગ્યૂ છે કે કેમ તેની તપાસ થશે તેવું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. પંથકમાં શરદી, ઉધરસના પણ કેસ વધતાં લોકો ઉકાળા સહિતની માગ કરી રહ્યા છે.

વડાગામ પંથકમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 3 જેટલા કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશભાઈ રાવતના જણાવ્યા અનુસાર હાલ શંકાસ્પદોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા છે. રિપોર્ટ મળ્યા પછી ખબર પડશે કે ડેન્ગ્યૂ છે કે કેમ? તેમજ વડાગામ પંથકમાં શરદી ઉધરસના કેસો વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે સત્વરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વડાગામ પંથકમાં શરદી ઉધરસની દવા તેમજ ઉકાળાનું વિતરણ થાય તેવી ગામ લોકોની માંગ છે

અન્ય સમાચારો પણ છે...