હુમલો:પૈસા આપવાની ના પાડતાં પુત્રએ પિતા-માતાને માર માર્યો

ધનસુરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધનસુરાના સંજયભાઈ રમેશભાઈ કોટવાળએ તેમના પિતા પાસે બાના મરણ થયું હતું. બાના મરણ બાદ આવેલા પૈસાની ઉઘરાણી કરતાં પિતાએ પૈસા આપવાની ના પાડતાં સંજયભાઈએ ઉશ્કેરાઇ જઇને પિતાને અપશબ્દો બોલી લાકડીથી હાથ અને શરીરે મારી હતી. જેથી તેમની માતા મંજુલાબેન તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે સંજયભાઈએ તેમની માતાને પણ ગડદાપાટુનો માર મારેલ અને પૈસા નહિં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બુમાબુમ થતાં આજુબાજુથી લોકો દોડી આવી જતા સંજયભાઈ જતા રહ્યા હતા. ઘટનામાં રમેશભાઈને ઈજાઓ થતાં ધનસુરા સરકારી દવાખાનામાં લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાે.

આ બાબતે દિલીપકુમાર રમેશભાઈ કોટવાળ રહે.એમ.કે.નગર અંકુર પેટ્રોલ પંપની સામે.ધનસુરાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ રમેશભાઈ કોટવાળફરિયાદ કરતાં ધનસુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...