તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:ધનસુરાના પાટ્યોની બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળ્યો

ધનસુરા,વડાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાસ્થળે પોલીસ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
ઘટનાસ્થળે પોલીસ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
  • બાળકી ગુરૂવારે દાણા ભરેલી થેલી લઇ ગામમાં વસ્તુ લેવા ગઇ હતી
  • શોધખોળ દરમિયાન ઘરથી એક કિમી દૂર કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો

ધનસુરાના પાટ્યો પાસે ખેતરમાં રહેતા ખેડૂત પરિવારની સાડા ચાર વર્ષીય બાળકી ગુરૂવારે ગામમાં દાણાની થેલી લઇ વસ્તુ લેવા જતાં મોડ સુધી પરત ન ફરતાં બાળકીનું અપહરણ થયાની ફરિયાદ ધનસુરા પોલીસમાં નોંધાઇ હતી. દરમિયાન બાળકીના પરિવારે શોધખોળ કરતાં મકાન અને ખેતરના માર્ગે બાળકી જે થેલી લઇ વસ્તુ લેવા ગઇ હતી. તે થેલી મળતાં પરિવારે શોધખોળ કરતાં શુક્રવારે બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળતાં ચકચાર મચી ગઇ હતી.

પાટ્યોની નજીક ખેતરમાં રહેતા ખેડૂત પરિવારની સાડા ચાર વર્ષિય બાળકી માનવી નામની દીકરી તા. 17 જૂને બપોરે બે વાગે ગામમાં દાણાની થેલી લઈ વસ્તુ લેવા ગઈ હતી. બાળકી કલાકો બાદ ઘરે પરત ન ફરતાં પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતાં ગામ અને ખેતરના માર્ગ પરથી દાણા ભરેલી થેલી મળી હતી. પરિવારે વધુ શોધખોળ કરી ધનસુરા પોલીસમાં દીકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતાં શુક્રવારે પાટ્યો ગામથી 1 કિમી દૂર ખેતરના કૂવામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

ધનસુરા પોલીસે ગોવિંદભાઈ કાંતિભાઈ રાઠોડની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.મૃતક માનવીના પિતા ના કહેવા મુજબ તેમની પુત્રી અંદાજીત બપોરે 2 વાગ્યા ની આસપાસ ગામમાં દાણા લઈને ખાવા ની કોઈ વસ્તુ લેવા ગઇ હતી. પરંતુ તે અડધો કલાક સુધી ઘરે પરત ન ફરતાં પુત્રીની માતા શોધવા ગામમાં ગઇ હતી. પરંતુ તે ગામમાં ન મળતાં માતાએ તેના પિતાને વાત કરી તે પછી માનવી ની માતા પિતા અને તેના મામાએ શોધખોળ કરતાં બાળકી જે દાણાની થેલી લઈ ગઇ હતી. તે થેલી રસ્તામાંથી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...