તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:મોંઘવારી મુદ્દે રેલી કાઢતાં મોડાસા-ભિલોડાના ધારાસભ્ય સહિત 20 કોંગી કાર્યકરોની અટક

ધનસુરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારી વિરૂદ્ધ વિરોધ કરવામાં આવ્યો - Divya Bhaskar
કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારી વિરૂદ્ધ વિરોધ કરવામાં આવ્યો
  • ધનસુરામાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી વિરોધ પ્રદર્શન

ધનસુરામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ મોઘવારી વિરુદ્ધ રેલી કાઢી વિરોધ કર્યો હતો કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ,તેલના ડબ્બાના ભાવ વધારા મુદ્દે જન ચેતના કાર્યક્રમનંુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધનસુરામાં રેલી કાઢવામાં આવી હતી અને મોઘવારી વિરુદ્ધના બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને એને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જોડાયા હતા. પોલીસે ધારાસભ્યો, પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર્તા ઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરી હતી

અન્ય સમાચારો પણ છે...