તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમાણપત્ર:ધનસુરાના શીકા અને વડાગામ આરોગ્ય કેન્દ્રને NQAS નું સર્ટિફિકેટ એનાયત કરાયું

ધનસુરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સેવાની ગુણવત્તાની ચકાસણી બાદ અપાય છે પ્રમાણપત્ર

ધનસુરાના શીકા અને વડાગામ આરોગ્ય કેન્દ્રને NQAS નું સર્ટીફીકેશન મળ્યું છે. પ્રાથમિક કેન્દ્રમાં ગુણવત્તાસભર અને તમામ માપદંડો મુજબ આરોગ્યની સેવાઓ મળી રહે અને તેનું નિયમિત એસેસમેન્ટ કરાય છે. જેમાં NQAS નો સમાવેશ થાય છે આ એસેસમેન્ટ ભારત સરકાર દ્વારા કરાય છે જેમાં કોઈપણ રાજ્ય ના અેસેસર દ્વારા NQAS ના માપદંડ મુજબ તમામ સર્વિસ નું ચેક અપ કરાય છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાય છે.

શીકા કેન્દ્રમાં અપાતી તમામ સેવાઓ ની ગુણવત્તા પ્રા આરોગ્ય કેન્દ્ર નું ઈન્ફાસ્ટ્રક્ચર,સેવાઓ ની ચકાસણી કરાઈ હતી. જેમાં સર્ટીફાઈડ થવા માટે મિનિમમ 70 ટકા જરૂરી હોય છે આ અંતર્ગત એસેસમેન્ટ માં તમામ વિભાગો માં શીકા 85.83 ટકા અને વડાગામ-89.30 ટકા સાથે આરોગ્ય કેન્દ્ર ને NQAS સર્ટીફિકેશન મળ્યું છે.

આ પ્રસંગે ડીડીઓ અનિલ ધામેલિય અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.બી.સાધુ, જિલ્લા આરોગ્ય અધિકારી આર.જી.શ્રીમાળી, તાલુકા હેલ્થ ઓફિસર યોગેશભાઈ ગોસ્વામી, આરોગ્યના આશિષભાઈ નાયક, શીકા ના મેડિકલ ઓફિસર નાજીમાબેનને પણ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...