તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધનસુરાના વડાગામની કેસર હોટલ ખાતે રબારી સમાજની મિટિંગ યોજાઈ હતી.આંતરોલી પરગણાના કઠવાડા, રામપુર , વડાગામ , વાયની મુવાડી, જામઠા , દોલપુર , કાશીપુરા , નવા , રમોસ , આંતરોલ , બુટાલ ગામના રબારી સમાજના વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા.
બેેઠકમાં રબારી સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારોને સધ્ધર બનાવવા મદદરૂપ થવા તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજમાંથી વ્યસન અને કૂરિવાજોની પ્રથા નાબૂદ થાય તેના પર ભાર મૂકયો હતો. સાથે જ આંતરોલી પરગણાના રબારી સમાજ માટે એક સેવા સહકારી મંડળીની રચના પણ કરી હતી. 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અને યુવતીઓના મોબાઈલ ઉપયોગ પર અંકુશ મુકવામાં આવે તે માટે પણ ચર્ચા કરી હતી.સાથે પશુપાલનને લગતી સરકારી યોજનાઓ અંગે સમાજમાં જાગૃતતા લાવવા માટે પણ ચર્ચા કરી હતી.
યુવતીઓમાં મોબાઈલ ઉપયોગના સમજણના અભાવે સમાજમાં સગાઈ તૂટવા જેવા બનાવો પણ બનતા હોય છે. ત્યારે મોબાઈલના ઉપયોગ પર અંકુશ મુકવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રબારી ચેતનભાઈ નારણભાઇ, રબારી મનહરભાઈ વેરશીભાઈ, રબારી બળદેવભાઈ વિહાભાઈ, રબારી વિહાભાઈ ગોવિંદભાઇ, રબારી રણછોડભાઈ રામજીભાઈ, રામપુર, રબારી જીવણભાઈ મેલાભાઈ, રબારી બળદેવભાઈ જકશીભાઈ, રબારી શામળભાઈ વાલજીભાઈ, રબારી કનુભાઈ અરજણભાઈ, રબારી ગોવિંદભાઇ મફતભાઈ, રબારી ગફુલભાઈ મગાભાઈ, રબારી શામળભાઈ વાલજીભાઈ, રબારી ગફુલભાઈ સરતાનભાઈ સહિત હાજર હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.