ફરિયાદ:ધનસુરામાં તારા લીધે મને નોકરીમાંથી છૂટો કર્યો છે કહી માર્યો

ધનસુરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનસુરા પોલીસમાં મહેશભાઈ પરમારે રહેફ હીરાપુરાએ નોંધાવેલ ફરિયાદમુજબ તેમના ભાઈ કાળુસિંહ ધનસુરામાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ત્યાંથી નોકરી પૂરી કરી તેઓ ઘરે આવવા નીકળ્યા હતા તે દરમિયાન ધનસુરા-બાયડ રોડ પર પેટ્રોલ પંપ નજીક અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવતા કૌશિક કુમાર વિનોદભાઈ સોલંકી રહે.લીમળાવાળું ફળિયું ગામ આબવેલ- તા. કપડવંજ અને તેમની સાથે બીજા એક માણસે બાઇક ઉભી રખાવી અને કૌશિકકુમાર કહેવા લાગેલા કે મને હોસ્પિટલમાંથી તારા લીધે જ છૂટો કરી દીધેલ છે કહી કાળુસિંહે કહેલ કે તને હોસ્પિટલમાંથી છૂટો કેમ કર્યો છે તે બાબતે હું કઈ જાણતો નથી કહેતાં કૌશિકકુમારે ડંડાથી કાળુસિંહને પગે તથા કમરના ભાગે મારમારી જતાં જતાં કૌશિકકુમારએ ધમકી આપી હતી કે આજે તો બચી ગયો છે પણ ફરીથી મારા લાગમાં આવીશ તો જીવતો નહીં છોડુની ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ હતી.