તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:આકરુન્દ જેવી આધુનિક લાઈબ્રેરી ગુજરાતમાં મેં ક્યાંય નથી જોઈ: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ધનસુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રી અને પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ધનસુરાના આકરુન્દની મુલાકાતે

ધનસુરાના આકરૂન્દના પનોતા પુત્ર અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આકરુન્દ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ અને ગ્રામજનોના સહયોગથી નિર્માણ પામેલ આધુનિક અને સગવડતાથી ભરપૂર લાઈબ્રેરીની મુલાકાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી અને જણાવ્યું કે આકરુન્દ જેવી આધુનિક લાઈબ્રેરી ગુજરાતમાં મેં ક્યાંય નથી જોઈ. ઉપરાંત શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પુસ્તકાલયમાં આજના યુગના બાળકો માટે પ્રાથમિક ધોરણથી જ UPSC, GPSCની તૈયારી કરી શકે તેવા પુસ્તકોની વ્યવસ્થા કરાઈ છે.

પુસ્તકાલય રૂ. 80 લાખથી વધુના ખર્ચે ઉભી કરાઇ છે. કાર્યક્રમાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ,સાંસદ દિપસિંહ રાઠોડ, ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, બાયડ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પટેલ, જિ.પં. પ્રમુખ લાલસિંહ રહેવર, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ,પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ, જિ.પં. બાંધકામ સમિતિ ના ચેરમેન હિરેન પટેલ, નરેન્દ્રભાઈ પટેલ આકરૂન્દના સરપંચ લલીતાબેન પટેલ, SMCના સભ્યો, દાતાઓ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...