તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધનસુરાના જશવંતપુરાકંપામાં પત્નીની હત્યા કરનારો પતિ ઝબ્બે

ધનસુરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા બાબતે ઝઘડો થતાં પતિએ ગળામાં લાકડું મારી હત્યા કરી હતી

ધનસુરાના જશવંતપુરાકંપામાં પતિ-પત્ની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતાં પતિએ પત્નીને ગળાના ભાગમાં લાકડું મારતાં મહિલાનું મોત થતાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. ધનસુરાના જશવંતપુરાકંપામાં છોટાઉદેપુરના ઝોઝમંડરવાના બકાભાઈ રમણભાઈ નાયકા તેમની પત્ની સંગીતાબેન (40) અને બે પુત્ર અને એક પુત્રી સાથે ખેતમજૂરી માટે રહેતા હતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા. 18 જૂને બકાભાઈ રમણભાઈ નાયકા અને તેમના પત્ની સંગીતાબેન બપોરે આરામ કરવા રોકાયા હતા.

આશરે દોઢ વાગે બકાભાઈને પૈસા ન આપવા બાબતે નું કહેતા પતિ-પત્ની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતાં બકાભાઈએ સંગીતાબેનને લાકડા વડે ગળાના ભાગે માર મારતાં સંગીતાબેનને સારવાર માટે પહેલાં રણાસણ લઈ ગયા હતા. ત્યારબાદ મોડાસા અને હિંમતનગર લઈ ગયા હતા પરંતું વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સંગીતાબેનનું મોત થતાં મૃતકના પુત્ર અમિતભાઈએ પિતા વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ધનસુરા પોલીસે બકાભાઈ રમણભાઈ નાયકા સામે ધોરણે તપાસ શરૂ કરતાં પતિ બકાભાઇની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...