તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:ધનસુરા પોલીસ સ્ટેશનમાં 3 કર્મી સંક્રમિત થતાં હોમક્વોરન્ટાઈન

ધનસુરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેપિડ ટેસ્ટમાં 2 દિવસમાં 10થી વધુ પોઝિટિવ

ધનસુરામાં પોલીસ સ્ટેશનના 3 જેટલા પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ કર્મીઓ હોમક્વોરન્ટાઈન થયા છે. દરેકની તબિયત સ્થિર છે. તો બીજી બાજુ ધનસુરામાં રેપિડ ટેસ્ટમાં છેલ્લા 2 દિવસમાં 10થી વધુ લોકો પોઝિટિવ આવ્યા છે. ધનસુરા તાલુકામાં વડાગામ, ધનસુરા, શીકા, ધામણીયા 4 જગ્યાએ આઈસોલેટેડ વોર્ડ શરુ કરવામાં આવ્યા છે અને ધનસુરા સી.એચ.સી ખાતે કોવિડ સેન્ટર શરુ કર્યું છે સાથે પીએચસી અને સીએચસી પર રસીકરણ પણ શરુ છે. હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા તંત્ર દ્વારા વિવિધ કાર્ય કરાઈ રહ્યા છે. તો ધનસુરા સહિત વિવિધ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન પણ કરવામાં આવ્યા છે.

તાલુકામાં વધુ 4 વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
ધનસુરા તાલુકામાં વધુ 4 વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. કલેક્ટરે ધનસુરાની બંસીધર સોસાયટી, શીકા ગામ, પોયડા ગામ અને કંજરીકંપાનો સ્વામિનારાયણ મંદિર પાસેનોવિસ્તારોમાં 8 મે થી 22 મે સુધી અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે. તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વધુ 4 વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...