વાવણી:ધનસુરા અને દોલપુર પંથકમાં ખેડૂતો બટાકાની વાવણીમાં જોતરાયા

ધનસુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના ધનસુરા અને દોલપુર પંથકમાં ખેડૂતો બટાકાના વાવેતરમાં જોતરાયા છે. જિલ્લામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ધનસુરા અને દોલપુર પંથકમાં થાય છે. ખેડૂતો વાવણી, ડ્રીપ વગેરે કામગીરી માં જોડાયા છે.ખેડૂતો મોટા ભાગે ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરે છે. જેનાથી પાણીની પણ બચત થાય છે. ગત વર્ષે પણ બટાકાનું સારું વાવેતર થયું હતું. હાલ ખેડૂતો આધુનિક સાધનો વડે ખેતી કરી રહ્યા છે. - રવિ પટેલ

અન્ય સમાચારો પણ છે...