રજુઆત:દોઢ વર્ષ કરતાં વધુ સમયથી બંધ થયેલી મોડાસા-નડિયાદ રેલ્વે શરૂ કરવા માંગ

ધનસુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો 15 દિવસમાં રેલ્વે શરૂ નહિ કરાય તો અરવલ્લી નિવૃત કર્મચારીઓ અને સિનિયર સિટીઝનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

છેલ્લા દોઢ વર્ષ થી વધુ સમયથી બંધ મોડાસા-નડિયાદ રેલ્વે શરૂ કરવા ધનસુરા-અરવલ્લી જિલ્લા નિવૃત્ત કર્મચારીઓ અને ધનસુરા સિનિયર સિટીઝન મંડળ દ્વારા માંગ કરી છે. મોડાસા-નડિયાદ રેલ્વે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ છે. હાલ લાખોના ખર્ચે શરૂ કરેલ રેલ્વેના પાટા અને સ્ટેશન ધુળ ખાય છે. વર્ષો બાદ અરવલ્લીના આ વિસ્તારમાં રેલ્વે આવી હતી. કોરોના બાદ અંદાજે દોઢ વર્ષથી વધુ સમયથી આ રેલ બંધ છે.

આ રેલ્વેમાં ગરીબ મધ્યમ વર્ગ અને નિવૃત કર્મચારીઓ સિનિયર સિટીઝન નડિયાદ-વડોદરા કામ હોય તો આરામથી બેસીને મુસાફરી કરી શકતા સીનિયર સિટીઝનો અને નિવૃત્ત કર્મચારી મંડળએ માંગણી કરી છે. આ રેલ્વે 15 દિવસમાં શરૂ કરવામાં આવે નહી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રસ્તા રોકો કાર્યક્રમ આપવાની ફરજ પડશે. નિવૃત્ત કર્મચારી મંડળ અને સિનિયર સિટીઝન મંડળએ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી હતી

અન્ય સમાચારો પણ છે...