મ્યુકરમાઇકોસિસ:અરવલ્લી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસથી પ્રથમ દર્દીનું મોત

મોડાસા, ધનસુરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ હંસાબેનના પતિ શામળસિંહ પરમારની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી
  • જિલ્લામાં બ્લેક ફંગસનું ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે અને સમયસર ન મળવાના કારણે મોત થયાનો મૃતકના પરિવારનો આક્ષેપ

મૂળ ધનસુરા તાલુકાના બિલવાણીયાના અને મોડાસામાં રહેતા પૂર્વ જિલ્લા પ્રમુખ હંસાબેન પરમારના પતિ અને રિટાર્યડ તાલુકા વિકાસ અધિકારી શામળસિંહ પરમારનું મ્યુકર માઇકોસિસની સારવાર દરમિયાન અમદાવાદમાં થયું હતું. જોકે મૃતકના પરિવારનો આક્ષેપ છે કે અરવલ્લી જિલ્લામાં બ્લેક ફંગસ માટે લીપોસો મેલ ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે અને સમયસર ન મળવાના કારણે દર્દીને અમદાવાદમાં ખસેડવાની ફરજ પડતાં મોત નિપજ્યું હતું.

જિલ્લામાં મ્યુકર માઇકોસિસના કારણે પ્રથમ દર્દીનું મોત થતાં આરોગ્ય વિભાગ પણ હચમચી ઉઠ્યું છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાની મહામારી બાદ મ્યુકરમાઇકોસિસના અત્યાર સુધીમાં 21 દર્દીઓ નોંધાયા છે. મોડાસામાં રહેતા શામળસિંહ પરમાર 70 દસ દિવસ અગાઉ બિમારીમાં સપડાતાં તેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર અપાઇ હતી.જોકે ત્યારબાદ તેઓ મ્યુકર માઇકોસિસમાં સપડાતાં તેમને મોડાસા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. તેમને બ્લેક ફંગસ હોવાનું નિદાન થતાં તાત્કાલિક દવાઓનો જથ્થો ન મળતાં તબીબોની સલાહ થી અમદાવાદમાં ખસેડવાની સલાહ આપતાં નરોડાની ખાનગી ફિલિકસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે મોત થયું હતું. જિલ્લામાં મ્યુકર માઇકોસિસના કારણે પ્રથમ દર્દીનું મોત થતાં આરોગ્ય વિભાગ પણ હચમચી ઉઠ્યું છે.

બ્લેક ફંગસનું નિદાન સુરતમાં કરાયું હતું
શામળસિંહ પરમારને મોડાસા શહેરના ઇએનટી સર્જન પાસે પ્રથમ લઈ જવાયા હતા. જ્યાં તેમની બાયોપ્સી કરી તાત્કાલિક રિપોર્ટ મળે તે માટે મોડાસા શહેરના અને સુરતમાં રહેતા ડો. રૂચિર પટેલ દ્વારા તાત્કાલિક માત્ર બે દિવસમાં મ્યુકર માઇકોસિસ હોવાનું નિદાન કરાયું હતું.

રિપોર્ટ આવતાં 6 થી 7 દિવસ લાગે છે
મોડાસાના ઇએનટી ડો. જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે ઉપરોક્ત રિપોર્ટને આવતાં ઓછામાં ઓછા 6 થી 7 દિવસ લાગતાં હોય છે

હિંમતનગર સિવિલમાં અરવલ્લી જિલ્લાના દર્દીઓને ઇન્જેક્શન- દવાઓ માટે ધક્કા ખાવા પડતાંની બૂમ
અરવલ્લી જિલ્લામાં બ્લેક ફંગસના દર્દીઓની સારવારની દવાઓ અને લીપોસોમલ ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો ન હોવાથી અને જિલ્લાના દર્દીઓ ઉપરોક્ત દવાનો જથ્થો મેળવવા હિંમતનગર સિવિલમાં ધરમ ધક્કા ખાઇ રહ્યા હોવા છતાં સિવિલ સત્તાવાળાઓની સમિતિ દ્વારા દર્દીઓ પાસે આધાર પુરાવા હોવા છતાં ઉપરોક્ત ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાની બૂમ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...