ફરિયાદ:કોલવડાની સીમમાં હાનિકારક ઔદ્યોગિક કચરો નાખવા બદલ 4 શખ્સો સામે ગુનો

ધનસુરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના4 શખ્સો સામે સામે ધનુસરા પોલીસ મથકે ફરિયાદ

ધનસુરા તાલુકાના કોલવડા ગામની સીમમાં થોડાક મહિના અગાઉ ઓઇલ રિફાઈન્ડીગ કરતી રાજસ્થાનની એક કંપનીનો ઔદ્યોગિક વેસ્ટ કોલવડા ગામની સીમમાં ખાલી કરાતાં ધનસુરા પોલીસ મથકે અરજી થઈ હતી. ત્યારબાદ તે જગ્યાનું પંચનામું કરી લાગતા વળગતાં વ્યક્તિનાં નિવેદનો લીધા હતા. સાયન્ટિફિક ઓફિસર દ્વારા એફ.એસ.એલ તપાસણી કરવામાં આવી હતી

.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હિંમતનગરના અધિકારીઓએ પણ બનાવની જગ્યાની વિઝિટ કરી કચરાના સેમ્પલ લઈ પૃથક્કરણ કરતાં કચરો જોખમી કચરો હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ આ જોખમી કચરો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવેલો હોવાનું સામે આવ્યું હતું.

આમ આ ઔદ્યોગિક વેસ્ટ કચરો કે જે સજીવ સૃષ્ટિ, માનવજીવન, જમીન જળસ્ત્રોતો,હવા પ્રાણીઓ અને પર્યાવરણને હાનિકારક હોવા છતાં ટ્રક (GJ-09-AV-7203)માં ભરી કોલવડાની સીમમાં સર્વે નંબર 678 વાળી જમીનમાં નાખવા મામલે યુસુફભાઈ ઈસ્માઈલભાઈ બુલા, જમિલહુસેન ઉર્ફે જમાલભાઈ દાઉદભાઈ સુથાર, રફિકભાઈ યુસુફભાઈ પાખંડી અને સિકંદરભાઈ ઇબ્રાહીમભાઇ ગુજરાતી ચારેય રહે.મોડાસા સામે એકબીજાની મદદગારીથી ઓઇલ રિફાઈન્ડીગ કરતી રાજસ્થાનની કંપનીનો કચરો ઢગલા કરવા બદલ ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...