બાયડ તાલુકાના વારેણા ગામે રહેતાં શૈલેષકુમાર વિનુભાઈ બજાણીયાએ પતંગ દોરીનો વેપાર ધંધો શરૂ કરવા માટે રાજીવકુમાર બારોટ પાસેથી 60,000 લઈને જઈ રહ્યા હતા ત્યારે કરોલી ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે પૈસા કઢાવી લેવા માટે કાવતરું રચી મંથન પટેલે શૈલેષભાઈને ઊભા રખાવી ઇકોમાં આવેલા અન્ય શખ્સોએ અપહરણ કરી ધનસુરાના ખેડા ગામના સંજયભાઈ ઓડના મકાનમાં લઇ જઈ લાકડીઓતથા ગડદાપાટુંનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. અને 60,000 કાઢી લીધા હતા અને વધુ રકમ મેળવવા માટે અમદાવાદ ઓઢવ પાંજરાપોળ વિસ્તારમાં આવેલ ઓફિસમાં લઈ ગયા હતા અને વધુ પૈસાની માગણી કરી હતી અને બીજા પૈસા નહિ આપે તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. જેથી પોલીસે શૈલેષભાઈની ફરિયાદના આધારે ધનસુરા પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આમની સામે ફરિયાદ
સંજયભાઈ ઓડ રહે.ખેડા તા.ધનસુરા
ઘનશ્યામભાઈ ઉર્ફે ગનો ખાંટ રહે.ખેડા
અલ્પેશભાઈ ખાંટ રહે.દખણેશ્વર-બાયડ
નિર્ભય ઝાલા રહે.દખણેશ્વર-બાયડ
જગદીશભાઈ ઠાકોર રહે.વાંટડા,તા.બાયડ
મંથન પટેલ રહે.વાત્રક તા.બાયડ
કારચાલક
અજાણ્યા 5 શખ્સો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.